આપણે સૌ જાણીએ છીએ કે, બ્રાહ્મણોએ ગ્રંથોની મદદથી પોતાને સર્વશ્રેષ્ઠ ઘોષિત કર્યા અને અનુક્રમે ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ઊંચ નીચ બનાવ્યા. પોતે પોતાને સર્વશ્રેષ્ઠ ઘોષિત કરે છે પણ રાજપાટ પોતાની પાસે નથી રાખતા. તે ક્ષત્રિયોને આપે છે. કહે છે જાવ તમે યુદ્ધ કરો, લડો, મરો, જીતો. વૈશ્યોને કહ્યું જાવ વેપાર કરો, ટેક્ષ ભરો, ૨૪ કલાક ધંધાની ચિંતા કરો, દેશને આર્થિક રીતે મજબૂત કરો અને પોતે પણ મજબૂત થાવ. શુદ્રો કામ, કામ અને કામ જ આપ્યું.
પછાત સમાજે પુસ્તકો કેમ વાંચવા જોઈએ?
બ્રાહ્મણોએ સત્તા અને સંપત્તિને મહત્વ ના આપ્યું. અને કામને તો જરાય નહિ. સત્તા, સંપતિ, કામ કરતાંય શિક્ષણ, જ્ઞાનને મહત્વ આપ્યું. અને દરેક ધાર્મિક સંસ્કારો કરવાનો અધિકાર, મંદિરોમાં પૂજાપાઠ, ભગવાન સાથે સંપર્ક કરાવવાનો, મોક્ષ મેળવી આપવાનો અધિકાર પોતાની પાસે રાખ્યો.
કામ ધંધો કાઈ કરવાનું નહિ અને કર્મકાંડ, ધાર્મિક પૂજાપાઠ, સમાજને માર્ગદર્શન આપવાના નામે શિક્ષણનો અધિકાર પોતાની પાસે રાખ્યો. જનોઈ સંસ્કાર પોતાની પાસે રાખ્યો. અને પછી થયું એવું કે, ક્ષત્રિયો યુદ્ધો કરતા રહ્યા, સીમાઓ વધારતા રહ્યા, યુદ્ધો કરતા રહ્યા અને મરતા રહ્યા. વૈશ્યો ૨૪*૭ પૈસા પૈસા પૈસાની લાયમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ગુમાવતા રહ્યા અને શાંતિ ના મેળવી શક્યા.
શુદ્રોની તો સૌથી ખરાબ હાલત થઈ. ઉપરના ત્રણેય વર્ણની સેવા કરવાની. ના રૂપિયા ભેગા થઈ શકે કે ના સત્તા મેળવવાનું સપનું જોઈ શકે. બ્રાહ્મણ જેમ ઉઠા ભણાવી કર્મકાંડ કરે એ જ ધર્મ સમજી જિંદગી આખી મંદિરોમાં રૂપિયા નાંખતા રહ્યા, કર્મકાંડ કરાવતા રહ્યા. દલિત અને આદિવાસી, આ બેને તો આખી હિંદુ સમાજ વ્યવસ્થાથી જ બહાર રાખ્યા. તેઓ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર એકેયમાં ગણતરી ના પામ્યા અને ગામ બહાર સીમાડામાં કે જંગલમાં જીવવા મજબૂત બન્યા.
કહેવાય છે કે આખા ભારતમાં બ્રાહ્મણોની વસ્તી માત્ર ૩% છે. આ ૩% લોકોએ ધર્મ ગ્રંથોના નામે શિક્ષણ પોતાની પાસે રાખ્યું. અને બાકીના ૯૭% લોકોએ કેવી રીતે જીવવું, પેઢી દર પેઢી, તે નક્કી કર્યું. આ આર્ટિકલ તમને બ્રાહ્મણો કેટલા ખરાબ હતા તે સમજાવવા નથી લખ્યો પણ શિક્ષણમાં કેટલો પાવર છે, તાકાત છે, તે સમજાવવા લખ્યો છે. બ્રાહ્મણો શિક્ષણનું મહત્વ જાણતા હતા તો તેનો ઉપયોગ ૯૭% લોકો પર રાજ કરવા કરી શક્યા. બાકીના વર્ણ, સમાજ આજે પણ શિક્ષણનું સાચું મહત્વ નથી સમજતા.
આજે દરેક સમાજમાં કરોડપતિ લોકો તમને મળી જશે પણ તે રૂપિયાનો ઉપયોગ કેવો કરવો? વધુમાં વધુ વળતર કેવી રીતે મેળવવું? તે દરેક સમાજ ક્યાં જાણે છે?
પાટીદાર સમાજ ગમે તેટલા રૂપિયા કમાઈ લે અંતે તો મંદિરો જ ખોલે છે. આજે ગામડે ગામડે ઉમિયા માતા અને ખોડલ માતાના મંદિરો બનાવે છે અને પૂજારી તરીકે બ્રાહ્મણને રાખે છે. કાળી મજૂરી કરીને, જમીનો ખેડીને, ધંધા કરીને, મુંબઈ - અમેરિકા જઇને રૂપિયા કમાયા પાટીદાર સમાજે અને તે રૂપિયામાંથી મંદિર બનાવે અને બેઠા બેઠા ખાય બ્રાહ્મણ. બ્રાહ્મણ કોઈપણ પ્રકારની મહેનત વગર આજે આજીવિકા મેળવે છે.
આ છે શિક્ષણની તાકાત.
બ્રાહ્મણોના પૂર્વજો કેટલા બુદ્ધિશાળી હશે કે શિક્ષણ પોતાની પાસે રાખ્યું અને બીજા સમાજોને ધર્મના નામે, વર્ણ પકડાવી અલગ અલગ કામ ધંધે લગાડી, આરામથી સદીઓથી ખાઈ રહ્યા છે. કોર્ટોમાં કોલેજીયમના નામે બ્રાહ્મણો બીજા બ્રાહ્મણને હાઈ કોર્ટ, સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે ચુંટે છે. એટલે આ દેશમાં અગત્યના ચુકાદાઓ રોકી રાખવા કે આપવા તે બ્રાહ્મણ જ નક્કી કરે છે.
IAS, IPS નું લીસ્ટ બનાવો તો તેમાંય બ્રાહ્મણ, ભારતના આજ સુધીના નાણામંત્રીઓનું લિસ્ટ બનાવો તો તેમાંય બ્રાહ્મણ, RSS જેવી અગત્યની હિંદુ સમાજની સંસ્થાઓના પ્રમુખો પણ બ્રાહ્મણ, ન્યુઝ ચેનલના કી પોસ્ટ પર બ્રાહ્મણ, કોઈ વિષય પર ડીબેટ થતી હોય તો તેમાંય ચર્ચા કરનાર બ્રાહ્મણ, NDTV જેને તમે દેશની સૌથી સારી ચેનલ કહેતા હતા તે ચેનલમાં (રવીશ કુમાર હતા ત્યારે) મોટાભાગના એંકર, માલિક, ડીબેટમાં ભાગ લેતા પ્રવકતા બ્રાહ્મણ, યુનિવર્સિટીના આજ સુધીના કુલપતિઓઓનું લિસ્ટ કાઢો, રાજ્યપાલોનું લીસ્ટ કાઢો, વિદેશ સચિવનું લીસ્ટ કાઢો, અરે ફાવે તે મહત્વની, મોટી પોસ્ટનું લિસ્ટ કાઢો.
જ્યાં જુઓ ત્યાં બ્રાહ્મણ જ બ્રાહ્મણ
આઝાદી પછી બ્રાહ્મણોનું વર્ચસ્વ વધ્યું તેમ નથી, અંગ્રેજો અને મુઘલોના દરબારમાં પણ બ્રાહ્મણો જ બ્રાહ્મણો હતા. તે સમયમાં પણ બ્રાહ્મણો લાભ લેવાનું નોતા ચૂકતા. અને આ શક્ય થયું ફકત અને ફકત શિક્ષણના એકાધિકારને લીધે. બ્રાહ્મણો શિક્ષણને પ્રાથમિકતા આપતા એટલે. તો હે મારી ૯૭% પ્રજા શિક્ષણનું મહત્વ સમજો. અને શિક્ષણ એટલે ફકત સરકારી શાળા, કોલેજનું શિક્ષણ નહિ. કારણ કે એ શિક્ષણનો સિલેબસ પણ બ્રાહ્મણો જ નક્કી કરતા હતા અને આજેય બ્રાહ્મણો જ નક્કી કરે છે.
- તમને માણસ બનાવે તેવું શિક્ષણ.
- તમારા સમાજના ઇતિહાસનું શિક્ષણ.
- તમને તમારા પર ગૌરવ (અભિમાન નહિ) લેતા શીખવાડે તેવું શિક્ષણ.
- તમારા માટે જે મહાપુરુષોએ કામ કર્યું છે તેમને જાણવા, અનુસરવાનું, તેમના જેવા બનવાનુ શિક્ષણ.
- ધર્મના નામે ચાલતા અધર્મનું શિક્ષણ.
- માણસમાં જાતિ, વર્ણ, ધર્મ દેખાડે તેવું નહિ પણ માણસમાં માણસમાં દેખાય તેવું શિક્ષણ.
- તમારા ક્ષેત્રમાં તમે સૌથી ઉચ્ચ હોદ્દા પર બેસો અને સૌને સમાન ન્યાય, અધિકાર આપી શકો, તેવું શિક્ષણ.
શિક્ષિત બની, મંદિરો ખોલી, બ્રાહ્મણોને આજીવિકા આપવાની હોય તો આવા શિક્ષણનો શો ફાયદો?
પાટીદાર સમાજ પાસે આટલો બધો રૂપિયો છે તો તાલુકે તાલુકે GPSC, UPAC ના મફત ક્લાસિસ ખોલી IAS, IPS બનાવવા જોઈએ. જેનાથી તમે વહીવટી તંત્રમાં રાજા બરાબર પોસ્ટ મેળવી શકો. જો કે બ્રાહ્મણો જેવું બનવા માટે ડૉ. આંબેડકર, પેરિયાર ઈ. વી. રામાસામી, જોતિરાવ ફૂલે, સંત રૈદાસ, સંત કબીર પાસેથી શિક્ષણ લેવું પડે. પણ હાલ તો તમારા માટે તે અઘરું દેખાઈ રહ્યું છે.
નોંધ: ગઈકાલનો કુર્મી, ખેતમજૂર આજે કરોડપતિ પાટીદાર છે. શિક્ષણ વગર તે ફરીથી ખેતમજૂર થઈ શકે છે. શિક્ષણનું મહત્વ સમજો, શિક્ષણ કોને કહેવાય તે સમજો. રૂપિયા, સત્તા આવતા જતા રહે, તેને ટકાવવા માટે પણ શિક્ષણ જ જોઈએ.