એક વાર અવશ્ય વાંચો અને ફ્રોડ થી બચો ફેસબુક યુઝર્સ માટે કામની વાતો

એક વાર અવશ્ય વાંચો અને ફ્રોડ થી બચો ફેસબુક યુઝર્સ માટે કામની વાતો

important-for-facebook-users

કલોન એકાઉન્ટ: 

આ મોડસ ઓપરેન્ડી છે આપ એનો ભોગ બનતા અટકો એ માટે અહીં વિગતે લખું છું.

ફેસબુક મેસેન્જર કે ઈન્સ્ટાગ્રામ ચેટ મારફત સહુથી વધુ સાયબર એટેક થઈ રહ્યા છે. ખાસ તો કોઈના નામે એનું જ પ્રોફાઈલ નેમ અને ડીપી વાપરીને ખોટું એકાઉન્ટ બનાવવું અને એના પરથી મૂળ એકાઉન્ટ મુજબના મિત્રોને રિકવેસ્ટ મોકલવી. ત્યારબાદ "હાય હેલ્લો" થી વાત આરંભીને અચાનક જ વિડિયો કોલ કરી દેવામાં આવે છે. આપણે જેવો વિડિયો કોલ રિસિવ કરીએ એટલે આપોઆપ ફ્રન્ટ કેમેરા શરૂ થતો હોય. સામે સ્ક્રીન રેકોર્ડિંગ (અથવા સ્ક્રીન શોટ લેવાનું) ચાલુ હોય. તમે કશું સમજી શકો એ પહેલા તો સામેની વ્યક્તિ નિર્વસ્ત્ર થઈને બિભત્સ ચેનચાળા કરવા લાગે.

સ્વાભાવિક જ તમને સ્ટ્રાઈક થાય અને તમે કોલ ડીસ્કનેક્ટ કરો ત્યાં સુધીમાં પંદર વીસ સેકંડ જતી રહે. ફ્રન્ટ કેમેરો ઓન હોવાથી તમે એ લીધેલ વીડિયોમાં સ્પષ્ટ દેખાતા હો એટલે આવા લોકો માટે તમને બ્લેકમેઇલ કરવું બહુ સરળ બની જાય. પહેલા તમને આ વિડિયો વાયરલ કરી દેવાની ધમકી આપે. તાબે ન થાવ તો તમારા કોઈ અંગત મિત્ર કે પરિવારના સભ્યને આવા વીડિયોની લિંક મોકલે. સરવાળે, તમે તમારી ઈમેજ બચાવવા ઘાંઘા થાવ એ જ એમનો ઈરાદો હોય છે.

ઢીલાં, બીકણ, ટેકનોલોજીની ઝાઝી ગતાગમ ન પડતી હોય એવા લોકો આ ઘટનાથી ડરી જઇને આવા લોકોને તાબે થઈ જતા હોય છે. ગમ્મે તેટલા પૈસા આપો તોય એમની ધમકીઓ ઘટવાની નથી હોતી. અમુક લોકો તો પોતાની સાથે આવું બનવાથી ડિપ્રેશન કે સ્યુસાઇડ સુધીના રસ્તા લઈ લેતા હોય છે.

એક વાત યાદ રાખો તમારા પેટમાં પાપ નથી તો આવી કશી બાબતથી ડરવાનું છોડી દો. હવે આ બધું એટલું સામાન્ય થતું જાય છે કે કોઈ માત્ર આ કારણથી તમારી ઈમેજ કે ચારિત્ર્ય ખરાબ હોય એવું માની લેવાના નથી. જે માની લે એ આમ પણ તમને સારા નહિ જ માનતા હોય એટલે એવાઓની ચિંતા છોડો. કોઈપણ સંજોગોમાં આવા ફ્રોડ લોકોને જવાબ આપવાનું બંધ કરો. એમણે મોકલેલી કોઈપણ લિંક કે વિડિયો કે ફોટો ઓપન ન કરો. પરિવારને અને મિત્રોને આ ઘટનાની જાણ કરો જેથી તેઓ પણ આવી લિંક ખોલીને કોઈ હેકરના કૃત્યનો ભોગ ન બને. 

શક્ય હોય તો મેસેન્જર/ઈન્સ્ટાગ્રામ ચેટનો ઉપયોગ જ ટાળો. એ વારંવાર હેક થઈ જતી એપ્લિકેશન છે. અંગત ચેટ, અગત્યના મેસેજ, પાસવર્ડ, અંગત ફોટો/વિડિયો, ઓડિયો/વિડિયો કોલ આમાંનું કશું જો મેસેન્જરના માધ્યમથી કરતા હો તો એ બંધ કરી દો. તમે જેમને ઓળખો છો એવી વ્યક્તિના નામ અને ડીપી થી જ આવા લોકો બીજું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવા હોય છે એટલે અંગત લોકોને પણ મેસેન્જરમાં પ્રતિસાદ આપવાનું બંધ કરી દો. 

ફેસબુકમાંથી વારંવાર અન્ય લિંકો કે થર્ડ પાર્ટી એપ્લિકેશનમાં પહોંચી જવાની ટેવ હોય તો એ અટકાવી/ઓછી કરી દો. સમયાંતરે પાસવર્ડ બદલતા રહો. સમયાંતરે સેટિંગ્સમાં જઈને "off Facebook activities history" કલિયર કરવાની ટેવ પાડી દો. તમારી સાથે આવું બને તો એકલાં બેસીને ન મુંજાવ. જાહેર કરી દો કે તમારી સાથે તમારી જાણ બહાર આ ઘટના ઘટી છે. પરિવારના અન્ય લોકોને પણ આ વાત સમજાવો અને એમને પણ આવું બને ત્યારે સાવધ, સજાગ રહેવા કહો.

નવા જમાનામાં છેતરપિંડીના નવા નવા અખતરા સામે આવતા રહેવાના છે. શક્ય હોય તો આવી એપ મારફત મફતિયા કોલના રવાડે જ ન ચડો. કોલ વખતે આવતા નોટીફિકેશન જ બંધ રાખો જેથી તમને રીંગ જ ન આવે. છતાંય, કોઈપણ વિડિયો કોલ એટન્ડ કરો ત્યારે શરૂઆતમાં કેમેરા તમારા ચહેરા સામે રાખવાને બદલે સામેવાળાને છત કે જમીન દેખાય એ રીતે રાખો (અથવા વિડિયો કોલના સેટિંગ્સ માં કોલ ઉઠાવતા જ ફ્રન્ટ કેમેરા ઓન ન થાય એ પ્રકારે સેટિંગ રાખો) જેથી સામેની વ્યક્તિના છટકામાં ફસાઈને તમારો ચહેરો કે શરીર વીડિયોમાં ન આવે. આ બધી પ્રેક્ટિસ પાડવી પડે કેમ કે સામાન્ય રીતે સહજપણે જ આપણાથી કોલ ઉપાડી લેવામાં આવતો હોય છે એટલે એવું ન થાય એ માટે મગજને ટ્રેઈન કરતું રહેવું જરૂરી છે,

Post a Comment (0)
Previous Post Next Post