બૌદ્ધ સમાજ: બૌદ્ધ ન બનવા માટેના બહાનાઓ બતાવવાના મુખ્ય કારણો

સરકારી ચોપડે દલિત હિન્દુઓ,આંબેડકરવાદીઓ અને આચરણશીલ બૌદ્ધો કે જેઓને બુદ્ધ ધમ્મ અંગીકાર ન કરવા માટેના અથવા ધર્માંતરણ ન કરવા માટેના, અથવા બંધારણીય સરકારી ચોપડે રજિસ્ટર્ડ બૌદ્ધ ન બનવા માટેના બહાનાઓ બતાવવાના મુખ્ય કારણો/પ્રશ્નો/મુદ્દાઓ તેમજ લોકો દ્વારા રજૂ કરવામાં આવેલ મંતવ્ય:

બૌદ્ધ ન બનવા માટેના બહાનાઓ બતાવવાના મુખ્ય કારણો

1.ઘરવાળા બિલકુલ માનતા જ નથી.

2.ઘરવાળી માનતી જ નથી.અથવા થોડો સમય બાદ અમો બંને એકસાથે બુદ્ધ ધમ્મ અંગીકાર કરીશું.

3.અમારા બાપ દાદા ને કે ઘરવાળા ને,કુટુંબ ને કે પૂર્વ સમાજ,પરગણા,વસ્તી ને નિરાશ કરવા નથી માંગતા.માટે પછી વિચારીશું.

4.અમારે વર્તમાન સમાજ માં વારંવાર જવું પડે છે.જેમકે કોઈ પ્રસંગ,ઉત્સવ,તહેવાર અટેન્ડ કરવા પડે છે માટે અઘરું પડે છે.

5.અમો ભગવાન બુદ્ધ ના ધમ્મ નું આચરણ પાળીએ છીએ એ જ બહુ છે.

6.અમો બંધારણીય કે સરકારી બૌદ્ધ નથી જ બનવા માંગતા.

7.અમો અમારી પત્ની ને સમજાવી નથી શકતા અને તેને મંગળ સૂત્ર ન પહેરવું, માંગ ન ભરવી, ઉપવાસ ન કરવા,ભગવાન માં ન માનવું તથા મંદિરે જતી અટકાવી શકતા નથી.

8.અમો એકલા જ બની શકીએ, પરિવારમાં અન્યને નથી બનાવી શકતા. પરિવાર ના અન્ય ને દબાણ પણ નથી કરી શકતા.

9.વર્ષો થી બૌદ્ધ જ છીએ પરંતુ કાગળ માટે દોડા દોડી નથી કરી શકતા

10.ધર્માંતરણ મંજૂરી માટે ધક્કા કોણ ખાય.

11.વર્ષો પહેલા દીક્ષા તો લીધી છે પરંતુ સરકારી પ્રમાણપત્ર બનાવવા માટે સમય જ નથી.

12.સરકાર દ્વારા મળતી અનામત,નોકરી,યોજનાઓ જતી કરવી નથી એવો ડર છે.

13.નવા નામ કે અટક નથી બદલવા માંગતા. મતલબ કે ગેજેટ ના ખોટા ખર્ચ કરવા માંગતા નથી.

15. જય ભીમ બોલો,નમો બુધ્ધાય બોલો એમાં ઘણું બધું આવી ગયું.

16.નમો બુદ્ધાય બોલો અને દર રવિવારે વિહાર ની મુલાકાત લઈ રહ્યા છીએ એટલે ઘણું છે.

17.સરકારી નોકરી પતી જાય અને પેન્શન ચાલુ થાય ત્યારબાદ ધર્માંતરણ નું વિચારીશું.

18.પરગણું,જાતી,જ્ઞાતિ છોડવા નથી માંગતા.

19.ઘર માં બાબાસાહેબ કે બુદ્ધ ના ફોટાઓ રાખી નથી શકતા અથવા દેવી દેવતા સાથે રાખવા પડે છે.

20.બુદ્ધ ધમ્મ ની દીક્ષા આપ્યા બાદ,બધી જ બૌદ્ધ સંસ્થાઓ, સંગઠનો,ટ્રસ્ટીઓ,તેમના સભ્યો,અગ્રણીઓ,આગેવાનો નિરાશાજનક અને અવિશ્વાસુ મળે છે. ભરોસાપાત્ર મળતા નથી.

21.ધર્મ નો ધંધો નથી કરવો આચરણ બહુ છે.

22.બૌદ્ધ મુજબ ઘર માં રહીએ છીએ,સગાઈ લગ્ન તમામ પ્રસંગ બૌદ્ધ પરંપરા મુજબ જ કરીએ છીએ વર્ષોથી એટલે બહુ છે.

23.સંખ્યા ઓછી થઈ જશે એટલે અનામત બંધ થઈ જશે તેની ચિંતા છે.

24.બાબાસાહેબ અને બુદ્ધ ના નામે ઘણા લોકો ચરી ખાય છે માટે વિશ્વાસ ઘણો ઓછો છે.

25.સમય જ નથી બિલકુલ જેમ ચાલે છે તેમ ચાલવા દો ને ભાઈ..!

26.આગળ આવનાર પેઢી ને તકલીફ પડે તેવું લાગે છે.

27.સામજિક,ધાર્મિક,સાંસ્કૃતિક,રાજકારણીય મુદ્દાઓ બની જાય છે અને બદનામ થાઈએ છીએ માટે.

28.ધર્માંતરણ બાદ લોકો ભાડે મકાન કે પોતાનું મકાન આપશે કે નહિ?

29.બુદ્ધ ધમ્મ અંગીકાર કર્યા બાદ પોતાની મિલકત વસાવી શકશું કે નહિ?

29.ભણતર બગડશે કે શું?

30.આર્થિક રીતે સદ્ધર થાશું કે કેમ?

31.લોકો માત્ર દીક્ષા જ આપે છે,ત્યારબાદ મદદ કરતા નથી.ભૂલી જાય છે.

32.દીક્ષા આપ્યા બાદ લોકો ફોન બંધ કરી દે છે અથવા ગેરમાર્ગે દોરે છે અથવા બ્લોક કરી દે છે અને કોઈજ પ્રકારનું સચોટ માર્ગદર્શન મળતું નથી.

32.દીક્ષા આપ્યા બાદ લોકો અમોને એવું સમજશે, કે શું ખરેખર અમો બૌદ્ધ બની ગયા છીએ?

33.બૌદ્ધ બન્યા બાદ ના લાભ ગેરલાભ નું શું ખબર નથી?

34.બૌદ્ધ બન્યા બાદ શું સવર્ણો આપણને ને બૌદ્ધ સમજશે ખરા?

35.માંસાહાર,નશો કરી શકાશે કે કેમ?

36.પંચશીલ અને 8 (અષ્ટાંગિક) માર્ગ ફરજીયાત ફોલો કરવા પડશે કે કેમ?

37. શ્રામનેર,ભંતે, અનાગરિક ફરજીયાત બનવું પડશે કે કેમ?

38.કોઈપણ શીલ નું પાલન ન થાય તો ચાલે?

39.આચરણ મહત્વનું છે કે બંધારણીય બૌદ્ધ બનવું?

40.બાબાસાહેબ ની 22 પ્રતિજ્ઞા ફોલો કરો એટલે બૌદ્ધ બની ગયા જ કહેવાય.

41.લોકો બધા અલગ અલગ સંસ્થાઓ,સંગઠનો બનાવે છે અને તે લોકો માં જ બૌદ્ધો વિશે આચરણ દેખાતું નથી. લોકો ટાંટિયા જ ખેંચતાણ કરે છે.ટીકા ટિપ્પણી આલોચના કરવા સિવાય ઉંચા આવતા જ નથી.

43.બૌદ્ધ સમાજ કે સંઘ ના નામે લોકો ખાલી મોટી મોટી વાતો જ કરે છે ગ્રાઉન્ડ લેવલ નું કાર્ય તો કોઈને કરવું જ નથી.

44.બૌદ્ધ સમાજ કે સંઘ ના નામે લોકો ને પોતાના  પદ પ્રતિષ્ઠા હોદ્દો જ જોઈએ છે.નક્કર કાર્ય તો કોઈને કરવું જ નથી.*

45.બૌદ્ધ તરીકે  નવી અટક અને નવું નામ ધારણ કરીએ એટલે બહુ થયું લોકોને બૌદ્ધ જ લાગશે.

46.કથાકથિત,એઝેટેડિયા અને ગેઝેટેડિયા અબૌદ્ધો ની સંખ્યા અઢળક છે ભલે ને પછી કાગળ ઉપર દલિત હિન્દુ હોઈએ એટલે બહુ છે.

47.સરકારી કાગળ ઉપર કાયદા મુજબ નમૂનો ક ભરવો છે પણ કલેકટર ના લેટર માટે લડવું નથી.

48.સરકારી કાગળ ઉપર કાયદા મુજબ નમૂનો ક પણ ભરવો છે નમૂનો ગ પણ ભરવો અને કલેકટર નો ઓર્ડર મળી જાય એટલે પોતાને બૌદ્ધ જ કેહવાય.પરંતુ સરકારી સર્ટિ નીકળવાની કોઈજ જરૂર નથી.

49.કલેકટર નો ઓર્ડર મેળવી લીધા બાદ સરકારી સર્ટિ નથી લેવુ.લોકો બૌદ્ધ જ સમજશે.

50.નમૂનો ક પણ ભરવો છે,બુદ્ધ ધમ્મ ની દીક્ષા પણ લેવી છે,દીક્ષા લીધા બાદ પ્રમાણપત્ર મેળવવું છે,ત્યારબાદ કલેકટર ના હુકમ સહિત નમૂનો ગ પણ ભરવો છે.પણ સરકારી સર્ટિ નથી લેવું.સંખ્યા નથી વધારવી.દલિત તરીકે જ મરવું છે લોકોને તો બૌદ્ધ જ લાગશે ને..

આ તમામ નું અથવા અન્ય કોઈપણ સરકારી ચોપડે રજિસ્ટર્ડ બંધારણીય બૌદ્ધ બનવા માટે ના સચોટ,આધાર પુરાવા સાથે આપને સંતોષકારક જવાબ અને નિરાકરણ કરી આપનાર ગુજરાત પ્રદેશનું એકમાત્ર અભિયાન,સંસ્થા,સંગઠન એટલે "મહા ગુજરાત બૌદ્ધ સંઘ". તેની માટે કોઈપણ નીચે મુજબ આપેલ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકે છે.

Post a Comment (0)
Previous Post Next Post