વડીલો ના ઘડપણની લાકડી બની સંતાનો આપે સહારો

વડીલો સાથે રહેવાથી પ્રેમ,ભાવ,સમ્માન અને ધૈર્ય જેવી લાગણીઓનો ઘ અનુભવ થતો રહે છે. વડીલોની હાજરીથી યુવાપેઢીને સુરક્ષાની લાગણી અનુભવાય છે . જોકે તેમની સાથે રહી તેમનું ધ્યાન રાખવું એ પણ બાળકોની જવાબદારી છે . ઉંમરની સાથે આવતી શારીરિક નિર્બળતાને કારણે તેમને બીમારીઓનું જોખમ પણ વધારે હોય છે . તેમની કાળજી માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

elders-importance-in-life

વડીલોનું રસીકરણ

બાળકોની જેમ વડીલોએ પણ ફ્લૂ , ન્યુમોનિયા જેવી બીમારીઓથી બચવા માટે રસીકરણ કરાવવું જરૂરી છે . રસી લેતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ લો . ડોક્ટરની સલાહ મુજબ જ કોઈ પણ રસી મુકાવવી. 

વડીલોને લાગતી નબળાઈ 

ઉમર વધવાના કારણે શરીરના અંગો નબળાં પડે છે જેના લીધે પડી જવાનો ભય વધારે રહે છે . આ ઉપરાંત નબળી દૃષ્ટિ અને સ્નાયુઓની નબળાઈના કારણે અસ્થિરતા અને સ્ટ્રોક જેવી સ્થિતિ ઉદ્ભવી શકે છે . મોટી ઉંમરે ફ્રેક્ચર થાય અથવા માથા કે શરીરના અન્ય ભાગો પર ઈજા થાય ત્યારે સાજા થવામાં સમય લાગે છે . આ માટે ઘરમાં યોગ્ય પ્રકાશ વ્યવસ્થા હોવી જરૂરી છે . ટોઈલેટમાં લપસી પડાય તેવા ફ્લોર લર્ગાવવા ટાળવા . વડીલો પાસે હંમેશાં એક લાકડી અથવા કોઈ સપોર્ટ સિસ્ટમ રાખવી જરૂરી છે.

ઈમરજન્સી સર્વિસ નજીકના સ્થળે હોવી જરૂરી 

ઈમરજન્સીમાં નજીકની હોસ્પિટલ સેવા , એમ્બ્યુલન્સ સેવા અને ડોક્ટરની વિગતો રાખવી જરૂરી છે . આ ઉપરાંત ડોક્ટરના ફોન નંબર પણ હાથવગા રાખવા . રોજિંદા ચેકઅપ માટે ઘરમાં બીપી માપવાનું મશીન અને થર્મોમીટર જેવા સાધનો પણ રાખવા.

વડીલો અનુભવોથી ભરપૂર જીવનનું છે. તેઓ તેમના અનુભવોના ટાળવું આધારે બાળકોને શીખવવા માગે છે. વડીલોને નથી ગમતું કે કોઈ તેમને સૂચન સલાહો આપે. તેમને સલાહો ન આપી તેમની વાતને શાંતિથી સાંભળવી. 

વડીલો અંગેના કેટલાક મહત્વપૂર્ણ ચેતવણી 

ચિહ્નો ધ્યાનમાં રાખવાથી ચોક્કસ સમયે તેમનો જીવ બચાવી શકાય છે. પરસેવા સાથે છાતીમાં દુખાવો તેમજ ડાબા હાથ સુધી થતો દુખાવ આ હાર્ટ એટેકની ચેતવણીનો સંકેત હોઈ શકે છે. બોલવામાં તકલીફ પડવી, શરીરના એક બાજુનાં ભાગનાં અંગો અશક્ત થઈ જવા, શારીરિક સંતુલન ગુમાવવું આ સ્ટ્રોકના લક્ષણો છે.

ટૂંકા ગાળાની યાદશક્તિ ગુમાવવી અલ્ઝાઈમર અથવા ડિમેન્શિઆના લક્ષણો હોઈ શકે. સુસ્તી અથવા વધુ પડતી ઊંઘ આવવી સ્ટ્રોક અથવા બ્લડ સુગરના સ્તરમાં અચાનક ઘટાડો થવાના કારણે બની શકે છે.

Post a Comment (0)
Previous Post Next Post