કોને મત આપશો? તમને વિચારવા માટે કેટલાક આધારો આપ્યા છે

ડિસેમ્બર ની  પહેલી અને પાંચમી તારીખે, મત નામના ભીમાસ્રનો સદ્ ઉપયોગ કરવાની તમને તક મળી રહી છે .આ તક છેલ્લી ના હોય તે જોવાનું તમારો એક મત નક્કી કરનાર છે.

કોને મત આપશો? તમને વિચારવા માટે કેટલાક આધારો આપ્યા છે

Who-will-you-vote-for

પોતાને ભુપ સમજી બેઠેલા સમાજ ના લોકો ના દલિતો ઉપર ના નિરંતર ત્રાસ ના ઓન રેકોર્ડ નોંધાયેલ માત્ર થોડા ઉદાહરણો નીચે આપેલ છે. આ લોકો સત્તામાં ના આવે એ માટે તમને પાંચ વર્ષ માં ગ્રામપંચાયત, તાલુકા જિલ્લા પંચાયત, ધારાસભા અને લોકસભામાં એમ ચાર વખત મોકો મળે છે. એના ઉપયોગ કરો.

અમદાવાદ જિલ્લાના ભંકોડા નામના ગામમાં મે- 2019 દરમિયાન ઠાકોર રણવીર ના લગ્ન નિમિત્તે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો. ગામના માથાભારે લોકોએ રિવોલ્વર તાકી વરઘોડો નીકળવા ના દીધો.

પાલનપુર તાલુકાના માણકા ગામે 3 .6 .2018 ના રોજ ભીખાભાઈ ઠાકોરના પુત્ર રણજીતની બાબરી પ્રસંગે છપાયેલી પત્રિકામાં રણજીતસિંહ નામ હોવાથી દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામના દરબારોએ ,ઠાકોર સમાજના ત્રણ યુવાનો પાસે માફી મંગાવી, મૂછો કઢાવી નાખી હતી.

કાવીઠા ગામના અલ્પેશ પંડ્યા એ મૂછો રાખી હોવાથી તેને માર મારી,મૂછો કઢાઈ નાખી હતી. એ જ રીતે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગોરલ ગામના એક દલિત યુવાને મૂછો રાખી હોવાથી તેને મારવામાં આવ્યો હતો.

તારીખ 3. 10. 2017 ના રોજ ગાંધીનગર જિલ્લાના લીંબોદરા ગામના એક દલિત યુવાને  મૂછો રાખવાથી રાજપૂત સમાજના લોકોએ કનોડગત કરી  બેરહમ માર માર્યો હતો. વિરમગામ તાલુકાના કરકથળ ગામના સુરેશ મગનભાઈ વાઘેલાએ મૂછો રાખતા હોવાથી છ લોકોએ હુમલો કરી ભાઈ બહેનને ધારીયા વડે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. દવાખાનામાં બન્ને ભાઈબહેન ને દાખલ કરવા પડ્યા હતા.

આજથી 30 -35 વર્ષ પહેલા આણંદ જિલ્લાના, બોરસદ તાલુકાના વિરસદ ગામના કાછીયા પટેલ અશ્વિન ભાઈના લગ્ન પ્રસંગે ઘોડે ચડી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગામના અમીન પટેલોએ વરઘોડુ રોકી પાછુ વળ્યું હતું. તારીખ 15. 2. 2009 ના રોજ ગાંધીનગર જિલ્લાના કલ્યાણજીના મુવાડા ગામે રાજુભાઈના વરઘોડા ને  માધુસિંહ ઝાલા ,સરદારસિંહ ઝાલા વગેરે રોક્યો હતો.

7. 5. 2012 ના રોજ સાબરકાંઠા જિલ્લાના તાજપુર કેમ્પના ગિરીશભાઈ નાડિયા ના લગ્ન ના વરઘોડા ને તમારો તો વરઘોડો નીકળે!! કહી પથ્થર મારો કર્યો હતો. મોડાસા તાલુકાના બામણવાડા ગામમાં વરઘોડાની અદાવતમાં દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાથી માનસિક ત્રાસ અનુભવતા રાકશે આત્મહત્યા કરી લીધી હતી. મહેસાણા જિલ્લાના પ્રશાંતની જાન માણસા તાલુકાના પારસા ગામે આવી હતી, વરરાજા નો વરઘોડો કાઢવામાં આવ્યો, દરબારોએ આવી ડીજે બંધ કરાવી, વરરાજાને ઘોડા ઉપરથી નીચે ઉતારી મૂક્યો હતો.

કડી તાલુકાના લોહર ગામના દલિત યુવાનનું વરઘોડો કાઢવામાં આવતા  મે 2019 માં દલિતોનો  સામાજીક બહિષ્કાર કરવામાં આવ્યો હતો. મોડાસા તાલુકાના ખંભીસર ગામે દલિતના વરઘોડા પર પથ્થરમારો કરવામાં આવ્યો ,આ પથ્થર મારામાં ગંભીરજા પામેલા અશ્વનું 15 દિવસમાં  મૃત્યુ થયું હતું.

પાલનપુર તાલુકાના સરીપડા ગામે દલિત આર્મીમેન દિનેશ કોઇટા ના લગ્ન હોઈ ઘોડે ચડતા, વરઘોડાને ગામ લોકોએ પોલીસની હાજરીમાં પથ્થરમારો કરતા, ડીસા ,પાલનપુર થી વધુ પોલીસ બોલાવી પડી હતી.
પાટણ તાલુકાના કમલીવાડના દલિતના વરઘોડા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .પોલીસની હાજરીમાં બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2012માં મહેસાણાના ડાંગરવા માં દલિત યુવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો ,દરબારો એ હુમલો કર્યો પોલીસે બંદોબસ્ત પૂરો પાડતાં, પોલીસ પર પણ પથ્થર મારો કરવામાં આવ્યો હતો.

ઘોડો કેમ લાગ્યો છે?

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે રહેતા દલિત યુવાન પ્રદીપ રાઠોડ  ઉંમર 20 વર્ષ  ઘોડો લાવ્યો હતો, ત્યારે પીપરાળી અને ટીમ્બી ગામના દરબારોએ ધમકી આપી, માર્ચ 2018 માં તેની હત્યા કરવામાં આવી હતી.

તારીખ 23. 3. 2010 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના  સાયલા તાલુકાના કરડી ગામે દિનેશભાઈ જહાભાઈ નામના દલિત લશ્કરી જુવાનને 42 ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી, કારણ આ ગુંડાઓ દલિત વસ્તી પાસે જુગાર રમતા હતા અને બેન દીકરીઓની મશ્કરી કરતા હતા ,તેઓને ટપારવામા આવ્યા હતા. ગુંડા ઓ કંઈ જાતિના છે, એ કહેવાની જરૂર નથી.

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના પાંડવરા ગામે દારૂની મહેફિલ માણતા દરબારોને ટપારતા દલિત યુવાનની રાત્રે હત્યા જુલાઈ 2010 માં કરવામાં આવી હતી, એ જ અરસામાં લીમડી તાલુકાના કટારીયા ગામે દલિતવાસમાંથી રાજપૂતોની વસ્તી તરફ જતા રસ્તામાં પુર પાટે વાહન ચલાવવાનું ના કહેવાથી 15:20  રાજપુતો ના ટોળા એ દલિત શખ્સ ની હત્યા કરી હતી .

જુલાઈ 2019 માં કચ્છના ગાંધીધામ નો દલિત યુવાન માંડલમાં  પ્રેમલગ્ન કરેલી રજપુત પત્નીને મનાવવા અભયમ મહિલા ટીમ સાથે ગયેલ હતો, ગામમાં અભયમ ટીમ ની હાજરી માં તેની હત્યા કરવામાં આવી હતી, પરંતુ મે- 2019 માં બાવળા ની દલિત કન્યા કહેવાતા દરબારના બાઈક પર બેસી તેની સાથે ના જવાથી ભર બજારમાં તેની હત્યા કરવામાં આવી હતી.

બોલો નાગાઈના પુરાવા આનાથી વધારે જોઈએ છે હા તો વજુ વાળાએ શું કિધુ. ગુજરાત નો નાણામંત્રી રહેલો, બીજા રાજ્યમાં રાજ્યપાલ રહેલો આ ભાઈ કેટલો હલકટ છે.  આ કાતિલ મનુવાદ નું પરિણામ છે. તમારા ઉમેદવારને ઓળખો ,તમારી આવતી પેઢીઓનું સત્યનાશ વાળવા માટે જવાબદાર ના બનશો. તમારો મત મનુવાદને સીધી રીતે અથવા મનુવાદનાના દલાલોને મદદ ના કરે તે જુઓ.

ઉપર મુજબ ના અત્યાચાર કરનારી જાતિ ના કોઈ પણ ઉમેદવારને મત ના આપશો.

તમારા મોબાઇલમાં હોય તેટલા તમામ વોટ્સએપ ગૃપ માં આ મેસેજ આઠમી ડીસેમ્બર  સુધી આગળ ફોરવર્ડ કરો અને બીજા સેંકડો ગૃપ માં આગળ મોકલો.

Post a Comment (0)
Previous Post Next Post