દલા તરવાડીના સર્વેક્ષણ

દલા તરવાડીના સર્વેક્ષણ

દલા તરવાડીના સર્વેક્ષણ

સ્વામિભકત, સાહેબભકત સર્વેક્ષણો લોકશાહીનું સોથી મોટુ દુષણ બનતું જાય છે. (આવા સર્વક્ષણો માટે ચૂંટણી આયોગે એકાદ કરોડની ડીપોઝીટ નકકી કરવી જોઈએ). કમલમ્ ની અંદર અને કમલમ્ ની આસપાસ થયેલા સર્વેક્ષણ કેવળ એક મજાકથી વિશેષ કશુ નથી.

બે દિવસમાં  અમદાવાદ ખાતે સાહેબે  રોડ-શૉ ના નામે કરેલા બાવન  કિલોમીટરના તાયફા પણ કશાં કામ નથી આવ્યા. બીજા તબક્કામાં અમદાવાદમાં જ સૌથી ઓછું મતદાન થયું છે. પેજ પ્રમુખ અને પેજકમિટિ પ્રથા પણ સંદતર ફેલ થયેલી દેખાય છે. કાગળ ઉપર પરફેકટ લાગતી સ્ટ્રેટેજી રણમેદાનમા કારગત નથી નીવડતી.

મીડિયા, મશીન અને મશીનરી પણ એક તબક્કે નિષ્ફળ  નીવડી શકે છે. ગુજરાતમાં મોદીના મોહ ના પડળો ખુલી રહયા છે. તિલસ્મ ખુલ્લુ પડી રહયુ છે. આખુયે કેન્દ્રનું મંત્રીમડળ અને ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ પણ કશોય ચમત્કાર વગર યાયવર પંખીની જેમ આવ્યા અનૈ ઉડી પણ ગયાં.

શરૂઆતમાં 127 પછી 117 તે પછી 115 અને 2017માં 99 સીટ લાવનાર ભાજપને સ્વામિભકત મૂર્ખ સર્વેક્ષણ 125 કે 130 આપી દે તો એને દલા તરવાડીની વાડીના રિંગણાં જ કહેવાય ને.

આવનાર આફતના એંધાણ પારખીને ભાજપના દિગ્ગજ નેતાઓ કેટલી સીટ આવશે એ ઉપરની આગાહી ટાળી રહયા છે.. મોદી પછી ભાજપાને મોદીના મેજીક કરતા મોદીના મશીન ઉપર છેલ્લો ભરોસો બાકી રહયો છે.. મશીનનું તિલસ્મ પણ તૂટી શકે છે. ઓછું મતદાન મશીનની ગણતરીઓ બગાડી શકે છે. આખુયે કોળુ શાકમાં પડે એવું હાલ તો શકય નથી દેખાતું. કોન્ગ્રેસી આયાતી ઉમેદવારો ઉપર ભાજપે રમેલો જુગાર ભાજપા માટે જોખમી પુરવાર થઈ શકે છે. આપ પક્ષ પાટીદારોને પોતાના તરફ ખેંચીને ભાજપની 27 વરસ જુની વોટબેંકને ખતરો પહોચાડી ચુકી  છે. ભાજપના ઔવૈશીને પણ મુસ્લિમ લોકોનો ભોગ બનવુ પડયું છે.

એક લાખ સીત્તેર હજારની શાલ ઓઢીને માને મળવા જતો અદનો ફકિર હવે ગુજરાતી પ્રજાને અકારો અને આકરો લાગવા માંડયો છે. પક્ષપલટુ કોન્ગ્રેસીઓએ  વાયરસની જેમ ભાજપાને અંદરથી ખોખલી કરી નાંખી છે. આયાતી કોન્ગ્રેસીઓ અને નિકાસી ભાજપાઈ ભાજપના વળતા પાણીના મોટા જવાબદાર બનવાના છે.

તદ્ઉપરાંત 135 લોકોની લાશ ઉપર કાર્યક્રમ થયાવત રાખીને મોંધા વસ્ત્રો પરિધાન કરતાં પ્રધાનમંત્રીને  હવે ગુજરાતી લોકો પારખવા માંડયા છે. નહી રોડ-શૉ મા ઉમડેલી ભીડ મતદારમાં પરિવર્તિત કેમ ના થઈ? પેજ પ્રમુખ કયા ગાયબ થઈ ગયા?

 ત્રિશંકુ જેવાં પરિણામને કારણે જીતનારા આપ અને અપક્ષો ધારાસભ્યો ચાર જ દિવસમાં કરોડો કમાશે...જો કોન્ગ્રેસ જીતશે તો જવાહર ચાવડાદિ કોન્ગ્રેસમા પાછા પણ ફરે... કોન્ગ્રેસની જીત કોન્ગ્રેસના જૂના કોન્ગ્રેસીના આત્માના અવાજને બદલી પણ શકે છે.

Post a Comment (0)
Previous Post Next Post