પ્રજાપતિ ભાજપ વિચારધારાનું હવે શું ? દરેક પ્રજાપતિએ વાંચવા લાયક

પ્રજાપતિ ભાજપ વિચારધારાનું હવે શું ? દરેક પ્રજાપતિએ વાંચવા લાયક


સમાજના દરેક લોકોમાં રાજકારણ નાં "ર" બાબતે સતત ચર્ચામાં રહેનાર ભાજપ વિચારધારાના પ્રજાપતિ સમજદાર સજ્જનોએ સજ્જનતા થી નિર્ણય લેવાનો સમય આવી ગયો છે..એવું સમાજ ઈચ્છે છે. ચૂંટણી પૂરી થઈ..હવે ફક્ત પ્રજાપતિ વિકાસ વિચારધારા ના નામ સાથે સક્રિય ભૂમિકા ભજવી અને ખરેખર સાચા અર્થમાં સમાજને જે જરૂર છે તે કોઈપણ પ્રાણપ્રશ્નો માટે મેદાનમાં આવવાની સલાહ વરસી રહી છે..

એમાં જે બેદાગ હોય, સમાજમાં પ્રતિષ્ઠા હોયભુતકાળ ભાવી હોય અને વર્તમાન વ્યવસ્થિત હોય કોઈ ગોટાળા કર્યા ન હોય અને સમાજભાવના સહિત સર્વ સમાજની સાથે સારાં સંબંધો હોય. આ બધું હોવા છતાં સાથે સાથે પોતાના પરિવાર અને કુટુંબમાં સાચી કમાણીથી પાલનપોષણ નિભાવી શકતાં હોય. 

એવાં પ્રજાપતિ યુવાનોને માર્ગદર્શન  આપી માર્ગદર્શક બની સમાજનાં મસિહા બની શકે એવી યુવા ટીમ સમગ્ર સમાજમાં તૈયાર કરવામાં આવે. આ નવતર અભિગમ દ્વારા નવસર્જન કરી નવીનતમ સફળતા નવા સીમાંકન સંકલ્પો સાથે હવે પ્રજાપતિ વિકાસ વિચારધારા અમલમાં આવે તો આવનારાં સમયમાં સમાજમાં સફળતાનો સૂર્યોદય સો ટકા ઉગશે એવી સમાજમાં વણમાગી સલાહ વરસી રહી છે.

વિરોધ છોડો અને વિકાસ વર્તુળ રચો.રાજકારણ જ સર્વસ્વ નથી.વિતેલી ભુલો અને દલીલોથી તિરાડો પડી હોય એને સમજણ થી પેક કરી શકાય.

Post a Comment (0)
Previous Post Next Post