2022 મા લોકોની સિકવ્લસ ની રાહ પૂરી થઈ

આ વર્ષ 2022માં ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ, પરંતુ દર્શકો એ ફિલ્મોની રાહ જોઈ રહ્યા હતા જેની સિક્વલ રિલીઝ થવાની હતી . આ વર્ષે ઘણી ફિલ્મોની સાથે સાથે ઘણી ફિલ્મોની સિક્વલ રિલીઝ થઇ, જેમાં કેજીએફ 2 અને દ્રશ્યમ 2 જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. જેની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આમાંની કેટલીક ફિલ્મોની સિક્વલ 2020 અને 2021માં રજૂ થવાન હતી, પરંતુ કોરોના મહામારીને કારણે આ વર્ષે 2022 માં રજૂ થઇ હતી.

2022 સિકવ્લસ ફિલ્મો

 ભૂલ ભૂલૈયા 2

કાર્તિક આર્યન, તબ્બુ અને ક્યારા અડવાણીની હોર કોમેડી ફિલ્મ ' ભૂલ ભૂલૈયા 2'ની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે. આ ફિલ્મની જાહેરાત વર્ષ “2019ની આસપાસ કરવામાં આવી હતી, પરંતુ કોરોના મહામારીના કારણે ફિલ્મની રિલીઝમાં વિલંબ થયો હતો, પરંતુ આ ફિલ્મ આ વર્ષે 4 2022ના રોજ રિલી હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મ અક્ષય કુમાર અને વિદ્યા બાલનની 2007 માં આવેલી ફિલ્મ “ભૂલ ભૂલૈયા'ની સિક્વલ છે, જે એક સાઉથની ફિલ્મની સિક્વલ હતી.

KGF પ્રકરણ ર

કન્નડ સ્ટાર યશ (યશ) અને બોલિવૂડ અભિનેતા સંજય દત્તની ફિલ્મ “ક્જીએફ ચેપ્ટર 2' ની પણ ઘ સમયથી રાહ જોવાઇ રહો હતી. સોનાની દાણચોરી પર આધારિત આ ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2018માં રજૂ થયો હતો જે બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ નીવડી હતી. આ પછી દર્શકોએ તેના બીજા ભાગની આતુરતાથી રાહ જોવાનું શરૂ કરી દીધું હતું

હીરોપંતી 2

ટાઇગર શ્રોફ અને તારા સુતરિયાની “હોરોપંતી 2'માં બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ ન કરી શકી, પરંતુ આ ફિલ્મ “હીરોપંતી'નો પહેલો ભાગ વર્ષ 2014માં રિલીઝ થયો હતો, જે સુપરહિટ સાબિત થયો હતો. આ ફિલ્મથીહતી ટાઇગર શ્રોફ અને કૃતિ સેનને બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

એ વિલન રિટર્ન

જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર, દિશા પટની અને તારા સુતરિયાની ફિલ્મ “એ વિલન રિટર્ન' સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂરની વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ “એક વિલન'ની સિક્વલ છે , જે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ દેખાડી શકી નહોતી , પરંતુ સિદ્ધાર્થ અને શ્રદ્ધાની આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી.

કાર્તિક્ય 2

સાઉથ સિનેમાના સુપરસ્ટાર નિખિલ સિદ્ધાર્થની ફિલ્મ “કાર્તિક્ય 2' પણ આ વર્ષની સૌથી વધુ પરફોર્મિંગ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે બધાને પ્રભાવિત કર્યા હતા. આ ફિલ્મ 2022માં રિલીઝ થઈ હતી, જે 2014માં રિલીઝ થયેલી ફ્લ્મિ “કાર્તિકેય 'ની સિક્વલ છે , જેણે બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પણ પાર કર્યો હતો.

દ્રશ્યમ 2

બોલિવૂડ સુપરસ્ટાર અજય અને તબ્બુની ફિલ્મ “દ્રશ્યમ 2' ગયા મહિને 18 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી, જે અત્યાર સુધી સતત બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે. આ ફિલ્મ વર્ષ 2015 માં રિલીઝ થયેલી ફિલ્મ “દ્રશ્યમ'નો બીજો ભાગ છે, જેણે દર્શકોનું દિલ સારી રીતે જીતી લીધું છે. આ ફિલ્મ પણ સાઉથનીછે ફિલ્મની હિન્દી રિમેક છે.

Post a Comment (0)
Previous Post Next Post